ફિલ્મમેકર કરણ જોહરે મેલબોર્નમાં યોજાયેલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં તેની ભૂલને સ્વીકારી હતી. તેણે પોતાની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ પર વાત કરી હતી. તેણે સ્વીકાર્યુ કે, તેણે ફિલ્મમાં મહિલાઓને નૈતિક રૂપથી યોગ્ય રીતે બતાવી ન હતી……કરણે કહ્યું કે, ‘કુછ કુછ હોતા હૈ પોલિટિકલી સૌથી ખોટી ફિલ્મ હતી. મને યાદ છે શબાના આઝમીએ યુકેમાં ફિલ્મ જોઈ અને મને ફોન કર્યો. તેમણે કહ્યું કે, તે આ શું બતાવ્યું છે? તે છોકરીના નાના વાળ છે એટલે તે સુંદર નથી અને જ્યારે તેના લાંબા વાળ છે ત્યારે તે સુંદર છે. મેં કહ્યું મને દુઃખ છે તો તેમણે કહ્યું, શું? તારે બસ આટલું જ કહેવું છે? મેં કહ્યું, હા, કારણકે મને ખબર છે કે તમે જે કહી રહ્યા છો તે એકદમ યોગ્ય છે…..કરણને પોતાની ભૂલનો અહેસાસ ઘણો પાછળથી થયો અને ત્યારથી તેણે પોતાની ફિલ્મો માટે સ્ટ્રોંગ કેરેક્ટર્સ લખ્યા જેમાં ડેપ્થ હોય, સહાનુભૂતિ હોય અને જે કોઈ ખોટો મેસેજ ન આપતા હોય…..કરણે એવું પણ કહ્યું કે, ‘જે પ્રકારની ફિલ્મો અમે બનાવીએ છીએ અથવા પ્રોડ્યૂસ કરીએ છીએ તેનું ક્રેડિટ અમને ઘણું ઓછું મળે છે. અમને હજુ પણ મેઇનસ્ટ્રીમ તરીકે ટેગ કરવામાં આવે છે જે યોગ્ય નથી.’
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -