વડતાલધામમાં 6થી 12 નવેમ્બર દરમિયાન શ્રીવચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે. સવારે 8 વાગ્યે અખંડ ધૂન સાથે મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે. ત્યારબાદ પૂ. આચાર્યશ્રી રાકેશપ્રસાદ મહારાજના હસ્તે વિરાટ વનચામૃત પૂજન અને વચનામૃત યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવારે 9 વાગ્યે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ખાતે નેત્ર કેમ્પનો પ્રારંભ થયો છે.આ પહેલાં મંગળવારે બપોરે જોળ ગામેથી આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની અધ્યક્ષતામાં શોભાયાત્રા અને પોથીયાત્રા નીકળી હતી. જેમાં સંપ્રદાયના વડીલ સંતો-મહંતો,યજમાન પરિવાર તેમજ ભક્તો જોડાયા હતા. ઉલ્લેખનિય છે કે, 300 વિઘા જમીનમાં આ મહોત્સવની ઉજવણી થઇ રહી છે, જેમાં 25 લાખ દર્શનાર્થીઓ પધારશે. જેમાંથી 7 હજાર ભક્તો એનઆરઆઈ હશે. મહોત્સવમાં સામેલ થનારા 15 હજાર મહેમાનો માટે 15 ગામોમાં ઉતારાની વ્યવસ્થા કરાઈ છે. જ્યારે 200થી વધુ ખેડૂતોએ પોતાની જમીન મહોત્સવના ઉપયોગ માટે વાપરવા આપી છે. ગોમતીજીના કિનારે સમૂહ આરતી તેમજ ટાઈટેનીયમ ધાતુમાં કંડારાયેલ વચનામૃતનો મહાઅભિષેક કરવામાં આવશે. આ ઉપરાંત લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા વચનામૃત વંદના અને પાણીમાં તરતા 50 બાય 100 ફુટના સ્ટેજ પર વચનામૃત વંદના નૃત્ય પણ કરવામાં આવશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -