Khadi Outfits: સિલ્ક, કોટનના કપડા કરતા પણ ખાદીના આઉટફિટ્સ તમને રોયલ લુક આપે છે. રોયલ લુક માટે તમે ખાદીના આઉટફિટ્સ ટ્રાય કરો છો તો તમારો વટ પડી જાય છે. જો કે અનેક લોકો એ મુંઝવણમાં હોય છે કે ખાદીમાંથી શું સ્ટીચ કરાવી શકાય અને ખાદી સરળતાથી મળી રહે કે નહીં. તો અમે તમને જણાવી દઇએ કે તમને બજારમાં તેમજ ખાદીના શો રૂમમાંથી સરળતાથી ખાદી મળી રહે છે. તો નજર કરી લો ખાદીના આ આઉટફિટ્સ પર…
બ્લાઉઝ
તમે ખાદીમાંથી મસ્ત બ્લાઉઝ પણ સ્ટીચ કરાવી શકો છો. આ માટે તમે કોઇ ખાદીની સાડી લઇ લો અને એમાં કોન્ટ્રાસ બ્લાઉઝ મેચ કરીને તમે પહેરો છો તો તમારો વટ પડી જાય છે. આ આઉટફિટ્સ તમને બહુ મસ્ત લાગે છે. બ્લાઉઝ માટે તમને સરળતાથી દુકાનમાં કાપડ મળી રહે છે.
સાડી
ખાદીના કાપડમાંથી તમે મસ્ત સાડી પણ સ્ટીચ કરાવી શકો છો. તમે આ માટે નેટ પરથી અનેક પ્રકારના આઇડિયા લઇ શકો છો. ખાદીમાંથી તમે સાડી રેડી કરાવીને પહેરો છો તો તમને રોયલ લુક મળે છે.
કુર્તા
ખાદીમાંથી તમે અલગ-અલગ સ્ટાઇલના કુર્તા પણ સ્ટીચ કરાવી શકો છો. આ કુર્તા તમને રોયલ લુક આપે છે. આ કુર્તા તમે છોકરીઓ અને છોકરાઓ પહેરે એવા બે ટાઇપ્સમાં પણ સ્ટીચ કરાવી શકો છો. ખાદીના કપડાની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં તમને ગરમી વધારે લાગતી નથી. આ સાથે તમે બીજા કરતા અલગ દેખાઇ આવો છો. કુર્તા તમે એક વાર ટ્રાય કરશો તો બહુ મસ્ત લાગશે.
ટોપ
ખાદીમાંથી તમે મસ્ત ટોપ પણ સ્ટીચ કરાવી શકો છો. આ બધી વસ્તુઓ તમને સરળતાથી દરજી સ્ટીચ કરી આપે છે. આ માટે તમારે ખાદીનું કાપડ લાવવાનું રહે છે. ખાદીના કાપડમાં તમને જાતજાતની વેરાયટી મળે છે. આ કાપડમાંથી તમે જીન્સ પર પહેરવાનું ટોપ સિવડાવી શકો છો.
પાયજામા
છોકરીઓ અને છોકરાઓ ખાદીના કાપડમાંથી મસ્ત પાયજામા સ્ટીચ કરાવી શકે છે. આ પાયજામા તમને રોયલ લુક આપે છે. આ પાયજામાની સાથે તમે ઉપર કોઇ પણ વસ્તુને મિસ મેચ કરી શકો છો.
The post Khadi Outfits: ખાદી ના કાપડ માંથી આ ઓઉટફીટ્સ બનાવો,રોયલ લૂક મળશે appeared first on The Squirrel.