જો કોઈ વ્યક્તિ ઓસામા બિન લાદેનની તસવીર રાખે છે અને તેની સાથે ISISના ઝંડા જોવા મળે છે, તો માત્ર તેના આધારે તેની વિરુદ્ધ UAPA હેઠળ કાર્યવાહી થઈ શકે નહીં. દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી છે. જો આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો જોવા મળે છે, તો UAPA એટલે કે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવે છે. NIA વિરૂદ્ધ અમ્મર અબ્દુલ રહેમાનના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આવી સામગ્રી મળવાથી કોઈને પણ આતંકવાદી કહી શકાય નહીં. માત્ર આના આધારે તે વ્યક્તિ ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલી છે તેવું કહેવું યોગ્ય નથી.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -