નવરાત્રિની દરેક ઘરોમાં તેના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શું તમે જાણો છો કે નવરાત્રી દરમિયાન તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? આપણાથી ઘણી વાર અજાણતામાં એવી અનેક ભૂલો થઈ જાય છે. જેનો આપણને પણ ખ્યાલ રહેતો નથી. આવી ભૂલોના કારણે માતાની કૃપા આપણા ઉપરથી ઉઠી જાય છે અને માતા તમારાથી નારાજ થઈ જાય છે. પરિણામે નવરાત્રીમાં કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. તો આજે અમે તેમને નવરાત્રીમાં ઘ્યાન રખવા જેવી અમુક બાબતો વિશે જણાવીશું..
નવરાત્રીમાં માતા અંબાને ખુશ કરવા માટે ઘરમાં કળશની સ્થાપના કરો અને માતા અંબાનું ચિત્ર લગાવો. નિયમિત નવ દિવસ સુધી વ્રત કરો અને ધ્યાન રાખજો કે માત્ર એક ટાણુ જ કરી શકો છો. નવરાત્રીના નવ દિવસ દરમિયાન સવારે અને સાંજે માતા અંબાની પૂજા કરવી જરૂરી છે. પણ ધ્યાન એ વાતનું રાખજો કે પૂજા કરતા પહેલા પૂજ્ય ભગવાન ગણેશને જરૂર યાદ કરો અથવા પૂજન કરો.
નવરાત્રીના નવ દિવસ માતાના 108 નામોનો જાપ કરવા જોઈએ. એથી તમારુ દુર્ભાગ્ય દૂર જાય છે અને સુખ મળે છે. નવરાત્રીના નવ દિવસ માતા અંબાના નામનો અખંડ દિવો પ્રગટાવવાનું ક્યારેય ભૂલશો નહિં. જેમ દિવાનો પ્રકાશ માંના મંદિરને પ્રકાશિત કરે છે તેવી જ રીતે માં પણ તમારા ઘરમાં સુખ અને શાંતિને પ્રકાશિત કરશે.
હિંદુ ધર્મમાં કન્યાને એક ખાસ સ્થાન અપાયુ છે. પરિણામે 12 વર્ષથી નાની ઉંમરની કન્યાને રોજ પ્રસાદ આપવો જોઈએ અને બને તો તેમને ભોજન કરાવી કોઈ ઉપહાર આપવો જોઈએ.આમ કરવાથી માતા પ્રસન્ન થાય છે. આ ઉપરાંત એક વાતનું ધ્યાન રાખો કે પૂજા કર્યા બાદ તરત જમવું અશુભ મનાય છે. પૂજા કર્યા બાદ થોડો સમય વિતી ગયા પછી જ જમો.