નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જોકે કોરોના સંક્રમણને જોતા આ વર્ષે ગુજરાતમાં ગરબાનું આયોજન મોકૂફ રખાયુ છે. તેમ છતાં ગુજરાતીઓ નવરાત્રિમાં ગરબાની રમઝટને કાનો દ્વારા માણવાનું નહીં ભૂલે. નવરાત્રિની શરુઆત પહેલા જ ઘણા સંગીતકારો અને ગાયકો નવરાત્રિના અવનવા ગીતો લઈને આવતા હોય છે.
ત્યારે આ વખતે ગુજરાતીઓના ઘરે ઘરે પાટણથી પટોળા ગીત ગુંજતુ થયુ છે. જી હાં જાણીતી ગુજરાતી સીંગર કૈરવી બુચના અવાજમાં ગાવામાં આવેલ પાટણથી પટોળી ગીતને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ગીતને બે ઓક્ટોબરના રોજ કૈરવી બુચે તેની યુ-ટ્યુબ ચેનલ પર રીલીઝ કર્યુ હતું જેને અત્યાર સુધી 1 લાખ 82 હજારથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે જ્યારે આ ગીતને 7 હજાર કરતા વધુ લાઈક્સ મળી ચુક્યા છે. આ ગીતમાં કૈરવી બુચે આ ગીતમાં મધુર અવાજ આપવાની સાથે સાથે ગીત પર થીરકતી પણ નજરે પડે છે.
પાટણથી પટોળા ગીત લોકોને એટલુ ગમી રહ્યું છે કે યુવા વર્ગ વોટ્સઅપ સ્ટેટ્સ, ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગીત મૂકી રહ્યા છે. મહત્વનું છે કે આ ગીતમાં સિરોજ મેમોને સંગીત આપ્યુ છે. જ્યારે તેને કોરીયોગ્રાફ આકાશ શાહે કર્યુ છે…