જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ખોરાસા ગીરથી ધણેજ જવાના રસ્તામાં રોડનું કામ છેલ્લા એક વર્ષથી ટલ્લે ચડતા ગ્રામજનો અને રાહદારી ઓ મામલતદારને આપ્યું આવેદન પત્ર .ભાજપ સરકાર ને જગાડવા સૂત્રોચાર કરી ગ્રામ જનો અને આગેવાનો એ આવેદન પાઠવ્યું હતુ. વિકાસ ના કામ માં કોની
મિલી ભગત છે તંત્રના અધિકારી કે પછી કોન્ટ્રાકટર ની? શુ અધિકારી અને કોન્ટ્રાકટર સામે કોઈ પગલાં લેશે? માળીયા હાટીના તાલુકાના કેટલાક વિસ્તારોમાં ગોકળ ગાય ની જેમ વિકાસના કામ થાય છે.
માળીયા હાટીના પ્રજા તો હાલ ભગવાન ભરોસે છે. માળીયા હાટીના તાલુકાના ખોરાસા ગીરથી ધણેજ જવાના રસ્તામાં રોડનું કામ છેલ્લા એક વરસથી ચાલે છે.તથા આશરે પાંચેક કી.મી. જેટલા રસ્તામાં ધુળ તથા કાકરી નાખીને અધકચરુ કામ કરેલ છે.એટલે કે કામ પૂર્ણ થયેલ નથી.આથી ગ્રામ જનો ને અને રાહદારીઓ ને ચાલવામાં તથા વાહનો લઈ જવા આવવા માં ખુબજ તકલીફ થાય છે તથા ખેતરોમાં ટ્રેકટર લઈ જવામાં પણ તકલીફ થાય છે.
જેથી કોઈ ટ્રેકટર વાળા પણ ભાડે ટ્રેકટર લઈને આવતા નથી. તથા આ સીવાય પણ વાડી વિસ્તારમાં પણ આશરે ૨૫૦ (બસો પચાસ) માણસો રહે છે.તથા કોઈ વ્યકિત બીમાર પડે કે કોઈ દીકરી પ્રેગ્નન્ટ હોઈ તો તેમને સારવાર કઈ રીતે આપવી એ પણ એક પ્રશ્ન છે. તથા આ બાબતે અમોએ અવાર નવાર મૈખિક રજુઆતો કરવા છતા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી થયેલ નથી. તથા હાલ ચોમાસા ની સીજન નજીક આવતી હોઈ આ રસ્તાનું કામ તાકીદે પૂર્ણ કરાવવા નહી આવે આ વિસ્તાર ની જનતા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ બનશે. તેવી ચીમકી માળીયા હાટીના તાલુકા પંચાયત ના સદસ્ય અને આમ આદમી પાર્ટી ના આગેવાન પિયુષ પરમાર અને ગ્રામજનો એ જણાવેલ