એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગિર નેશનલ પાર્કેની મુલાકાતે કેન્દ્રીય વનમંત્રીશ્રીભુપેન્દ્રભાઇ યાદવે લીધી હતી. સાથેજ તેમણે માઇધારી,ખેડૂતો સાથે સ્થાનિક પ્રશ્નો અને ચર્ચા કરીહતી અને વનવિભાગના અધિકારીઓ સાથે પણ સમીક્ષા બેઠક યોજી હતી. કેન્દ્રીય વનમંત્રીશ્રીભુપેન્દ્રભાઇ યાદવે આ તકે રાજ્ય કક્ષાના વન- પર્યાવરણ મંત્રીશ્રી જગદીશભાઇ પંચાલે જણાવ્યુ હતુંકે, અમારી સરકારનો પ્રયાસ છેવાડાના માનવી સુધી પહોચવાનો છે. મંત્રીશ્રીએ આ તકે વિવિધસંસ્થા-સમાજના અનુભવીઓની પ્રશ્નો-સમસ્યા રજૂઆતદ સાંભળી હતી અને વહેલી તકે હકારાત્મકનિવારણ આવશે એમ જણાવ્યું હતું. જ્યારે રાજ્ય કેબીનેટ વનમંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે સાસણ એ પ્રવાસન ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતું છે.
સાસણનીઆ જાળવણી સ્થાનિક લોકો વનવિભાગ થી થાય છે. કેન્દ્રીય વન પસ્યાવરણ મંત્રીશ્રી રાજ્ય અને કેબીનેટ વનમંત્રીશ્રી આ દોઢ દિવસની રાજ્ય સભાના સંસદશ્રી પરિમલભાઇ નથવાણી, ડાયરેક્ટર જનરલઓફ ફોરેસ્ટ એન્ડ સ્પેશીયલ સેક્રેટરીશ્રી ચંદ્રપ્રકાશ ગોયલ, અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સશ્રી એમ.એ.શર્મા,એડીશનલ ડાયરેક્ટર જનરલ શ્રી એસ.પી.યાદવ, અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી, અને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનશ્રી શ્યામલ ટીકાદાર,મેમ્બર સેક્રેટરી, સેન્ટ્રલ ઝુ ઓથોરીટીશ્રી સંજયકુમાર શુક્લા, અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને મેનેજીંગ ડાયરેકટર એસ.કે. ચતુર્વેદી,અધિક અગ્ર મુખ્ય સંરક્ષકશ્રી નાણાકીયી વ્યવસ્થા અને આયોજનશ્રી નીત્યાનંદ શ્રીવાસ્તવ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રિજેઆઇસીએ એન.એસ યાદવ, ડીઆઇજી રોયોનલ ઓફિસરશ્રી શ્રવણ કુમાર શર્મા, ડીઆઇજી વાઇલ્ડ લાઇફ શ્રી રાકેશ કુમારજગેનીયા, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ગાંધીનગરના ચેરમેનશ્રિ આર.બી. બારડ, જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળ મુખ્ય વન સંરક્ષક શ્રિ આરાધના શાહુ, ધારાસભ્ય શ્રી જવવાહરભાઇ ચાવડા, જૂનાગઢ મેયર શ્રી મતી ગીતાબેન પરમાર તેમજ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.