જુનગઢ જિલ્લાના વંથલી રોડ પર બે કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓઇજાગ્રસ્ત થયા હતા. જુનગઢના વંથલી રોડ પર સ્વામીનારાયણ ગુરુકુલ પાસે બે ફોરવીલ કાર સામસામે અથડાતા ૨ લોકોને ગંભીર ઈજા થઈ હતી. જુનાગઢ વંથલી કણઝા રોડ પર અવારનવાર એક્સીડન્ટ સર્જાતા રહે છે
આ અકસ્માતમાં ગંભીર રીતેઘવાયેલ દામોદરદાસ કારીયા અને પદુભા ગોરને ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમના ઇએન ટી ડોકટર હર્ષબેન તેમજ પાઇલોટ હિતેન્દ્રપરમારે માનવતાની દ્રષ્ટિએ આ ઇમરજન્સી કેસને અગ્રતા આપી જુનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક પહોચાડવામાંઆવ્યા હતા. આમ 108 ટીમની કામગીરીને લીધે હાલ દામોદરદાસ કારીયાની સારવાર સમયસર મળી રહેતા ગંભીરઅવસ્થામાંથી બહાર આવી ગયા છે જ્યારે અન્ય પદુભા ગોરને મગજમાં વધુ ઇજા પહોંચતા તેમની હાલત નાજુક ગણાવાય રહી છે