જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરમાં અલગ અલગ સ્થળો પર ગણેશ ભક્તો દ્વારા ગણેશ મહોત્સવ નિમિતે ગણેશ ચતુર્થીની તિથિ મુજબ ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામા આવી જેમા લાલજી મંદિર, લીમડા ચોક, ધોબી વાડા, સલાટ વાડા, કોળી વાડા, વાલ્મીકિ વિસ્તાર, માત્રી મંદિર વિસ્તાર, સતીમાં ડેરી પાસે સહિત ના અલગ અલગ વિસ્તારો સહીત અનેક પરીવારોએ શ્રદ્ધાભેર પોતાના ઘરોમાં પણ મૂર્તિનું સુંદર સુશોભન મંડપ ડેકોરેશન સાથે સ્થાપન કરવામા આવી છે.
માંગરોળમાં વિવિધ વિસ્તારોમાં સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે ભાવપૂર્વ ગણેશ દાદાનો ઉત્સવ ઉજવવા ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજ રોજ ભાજપના કેન્દ્રીય આગેવાન વેલજીભાઇ મસાણી, વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા, વિશ્વ હિન્દુ પરિષદ માંગરોળ પ્રમુખ પ્રકાશભાઇ લાલવાણી એ પણ તમામ ગણપતિ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગણેશ મહોત્સવની શરૂઆત મહારાષ્ટ્રના લોકમાન્ય તિલક દ્વારા હિન્દૂ સમાજના લોકોને ભેગા કરવા માટે એકતા કેળવાય તે હેતુથી કરી હતી. ત્યારે ગુજરાતીઓએ પણ દેશભરમાં આ મહોત્સવને અપનાવી લીધો હતો. અને દેશ ભરમાં ગણપતિ બાપા મોરીયાના નાદ ગુંજી ઉઠયા છે. બે વર્ષ પછી ફરીથી ગણેશ ઉત્સવ ઉજવાતા લોકોમાં ખુબજ હર્ષની લાગણી અનુભવાય રહ્યો છે.