જૂનાગઢ જિલ્લામાં સાતિર સાયકલ ચોર જૂનાગઢના પાંચ સ્થળે ચોરી કરનાર ચોર જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૧૪ લાખની ઉઠાંતરી કર્યાનું કબૂલ્યું છે. મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર હનુમાનજીના મંદિર પાસે આવેલ કૈલાશ નગર મકાનમાં રહેતા સિનિયર સિટીઝન ફરિયાદી દિવ્યાંગ ભાઈ અરજણભાઈ વૈષ્ણવ હોળીના તહેવાર દરમ્યાન બે દિવસ પોતાના ઘરથી બહાર ગયેલ અને તેના બંધ મકાનમાં તાળું તોડી કબાટ તથા તિજોરીમાંથી રોકડ રકમ ૧૦ હજારની ચોરી થતા ફરિયાદીએ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી પીઆઈ આર.જી ચૌધરી તથા સ્ટાફે એ આ ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન અને સૂચનાથી જૂનાગઢ શહેર એ ડીવીઝન પોલીસ કામે લાગી હતી. આ વિસ્તારના સીસીટીવી ચેક કરતા એક સાઇકલ સવાર રાત્રિના સમયે ફરિયાદીના ઘર પાસે આવીને સાઇકલ મૂકીને લપાતો છુપાતો ઘરમાં પ્રવેશ્યો અને ચોરી કરવાનો મનસુબો પાર પાડ્યો. જે સીસીટીવીના આધારે જૂનાગઢ શહેર પોલીસને મોટી સફળતા મળી. જૂનાગઢ શહેરના આ વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં પહેરેલ કપડા અને ગુનામાં વાપરે સાયકલ સાથે ચોરને પકડી પાડયો હતો. અને પાસેથી દસ હજાર રૂપિયા રોકડા અને સોનાના લાખો રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસની આકરી પૂછતાછ પછી જૂનાગઢના અલગ અલગ વિસ્તારના મકાનોમાંથી આશરે ૧૪ લાખની ચોરી કર્યાનું કબૂલ્યું હતું. સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સાથે પકડાયેલા આરોપી ૨૦૧૨ ની સાલમાં પણ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયો હતો. આ સાતીર સાયકલ ચોર આજે છે