જુનાગઢ મા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ સંપન્ન થયો હતો…ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઇ ઓઝાને ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં પદવી પ્રાપ્ત યુવા વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યેની પોતાની કર્તવ્ય ભાવના સાથે રાષ્ટ્રહિત માટે સમર્પિત થવા આહવાન કર્યુ હતુ. ૨૦૧૫ માં સ્થપાયેલી આ ભક્તિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન ૧૬૨ કોલેજીસના ૩૦ હજારથી વધુ છાત્રોને વિવિધ ૬ ફેકલ્ટીઝમાં પદવીઓ અને તજજ્ઞતા પ્રાપ્ત ૪૩ દિકરીઓ સહિત ૫૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પોરબંદરના સાંદિપની ગુરૂકુળ આશ્રમના પ્રણેતા અને પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઇ ઓઝાને આ યુનિવર્સિટી દ્વારા માનદ્ ડૉકટરેટની પદવી પણ મુખ્યમંત્રીશ્રીએ આ પદવીદાન સમારંભમાં એનાયત કરી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યુ કે, કોન્વોકેશન-પદવીદાન એતો ભારતીય ગુરૂકુળ પરંપરામાં સદીઓથી ચાલતી આવતી શિક્ષા-દિક્ષાની આગવી વિશેષતા છે. ભગવાનશ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણએ પણ ગુરૂવર્યોના આશ્રમમાં રહીને જ શિક્ષા-દિક્ષા મેળવી હતી.તેમણે પદવી પ્રાપ્ત વિધાર્થીઓને સ્પષ્ટ પણે જણાવ્યુ કે, હવે તમારે ઘેઘુર વડલાની વડવાઇઓની જેમ કારકિર્દી ઘડતર અને કેરીયરમાં વિશાળ સમાજ હિત વટવૃક્ષ જેવા બનવાનુ છે. અને સાથે સાથે આજે આ પદવીદાન સમારોહ પુણ થયા બાદ સી એમ વીજય રૂપાણીએ ઊપરોકટ મા ચાલતા રીનોવેશન ની કામગીરી ચાલુ છે તેની મુલાકાત લઈમાહીતી મેળવી હતી આ અંગે મીઙીયાને માહીતી આપતા જણાવયુ હતુ કે