સૌરાષ્ટ્ર ભરમાં ખેડૂતોએ વાવેતર કરેલા ઉનાળુ પાકો તલ, મગ, બાજરી,અડદ,મગફળી,જેવા પાકો તૈયાર થઈને હવે સૌરાષ્ટ્રનામાર્કેટિંગ યાર્ડના મુખ્ય પીઠા માં ખુલ્લી માર્કેટમાં હરરાજીમાં ખેડૂતો વહેંચવા માટે આવી રહ્યા છે, ત્યારે ભેસાણ માં મગફળીનીવાત કરવા જઇતો તો ઉનાળુ મગફળી ની આવક નોંધાઈ છે પણ હાલની ઉનાળામાં પાકતી મગફળીના મણનો ભાવ ખુલ્લી બજારમાં પ્રતિમણનો ભાવ 900 થી 1100 જ મળી રહ્યો હોય જે ખુબજ ઓછો મળી રહ્યા છે ,
એક ખાંડીના માત્ર 22 હજારરૂપિયા જ્યારે ખેડૂતો વાવેતર માટે બિયારણ ખરીદવા જાય ત્યારે આજ મગફળીના 2300 થી 2700 ના મણના ઉંચાભાવેખેડૂતોને ખરીદી કરવી પડી રહી છે એટલેકે એક ખાંડીના 27 હજાર રૂપિયા ખેડૂતોએ મોંઘાદાટ ખાતર, દવા બિયારણ નો ખર્ચચડાવીને પકવેલી ઉનાળુ મગફળીના અડધાજ ભાવ એટલે કે પોષણસમ ભાવન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે,ઉનાળુ મગફળી એટલે પાણી ની કટોકટી અને તડકા વેઠી પસીનો પાળી અને ઉગાડવામાં આવતો મહામહેનત નો પાક છે તેમાં પણ પોષણ ક્ષમ ભાવો ન મળતા ખેડુતો ની મહેનત પર પાણી ફરી રહ્યું છે