સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઓર્ગન ડોનેશન માટે જાગૃત કરવામાં આવે છે અને રાજ્યમાં સુરતમાં સૌથી વધુ બ્રેઇનડેડ લોકોના અંગોનું દાન કરવામાં આવે છે ત્યાં જ અમદાવાદમાં પણ અત્યાર સુધીમાં 62 જેટલા ઓર્ગન ડોનેટકરાયા છે પરંતુ આ દરમિયાન જૂનાગઢ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર અંગોનું દાન કરાયું છે. જૂનાગઢમાં સૌપ્રથમવાર બ્રેઈન ડેડ વ્યક્તિના શરીરનાં અંગોનું દાન કરવામાં આવી રહ્યું છે શરીરના અંગોને લઈ જવા માટે જૂનાગઢથી કેશોદ સુધી ગ્રીન કોરિડોર જાહેર કરવામાં આવ્યો છે.
વંથલી તાલુકાનાં રવની ગામના મગનભાઇ ગજેરા નામના દર્દીને સાત દિવસ પહેલા મગજની નસ ફાટી જવાના કારણે બ્રેઈન ડેડ થઈ ગયા હતા અને તેમની અનેક સારવાર બાદ તેમાં સફળતા નમળતા તેમના પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવા માટેનો નિર્ણય લીધો છે. જે માટે તેમની બે કીડની અને એક લીવર અમદાવાદના દર્દીઓ માટે ઉપયોગમાં આવશે અને તે જુનાગઢથી અમદાવાદ લઈ જવા માટે અમદાવાદની હોસ્પિટલનાતબીબો જૂનાગઢ આવી પહોંચ્યા છે અને તેમનું ઓપરેશન કરી બે કીડની અને એક લીવર ઓપરેશન કરી જુનાગઢથી કેશોદ એરપોર્ટ મારફત એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ લઈ જવામાં આવશે અને જેના લીધે ત્રણ દર્દીઓને નવી જિંદગી મળશે.