કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆત બાદ મેઘરાજાએ ટુકો વિરામ લીધા બાદ મેઘરાજાની અવિરત મેઘસવારીથી ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. હજુ ચોમાસાના વરસાદના પાણી ખેતરોમાં સુકાયા ન હતા ત્યાં ફરીથી મેઘરાજાના આગમનથી ખેડુતોને ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે મોસમનો કુલ ૧૨૧૮ મીમી વરસાદ નોંધાયો છે. ત્યારે ચોમાસુ પુર્ણ થયા બાદ પણ મેઘરાજાનું આગમન થતા ખેડુતોની સ્થિતી કફોડી બની છે. મેધરાજાની ફરી મેઘ સવારી શરૂ થવાના કારણે ખેડુતોની મુસ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેતરમાં પડેલ મગફળીના પાથરા કુંજવા પલળયા છે. તૈયાર થયેલ મગફળી સહીત અન્ય ખેત પેદાશોમા મોટેપાયે નુકસાન થયું છે. જયારે હાલમાં પણ ધીમી ધારે મેઘસવારી યથાવત છે. અવીરત વરસતા વરસાદથી ખેડુતોના જીવ તાળવે ચોટી ગયા છે. હજુ ખેડુતોની ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થવાની શક્યતા છે.