જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ગઈ કાલે વરસાદ થતા ચાંચવા, જેતખમ્બ સહિતના વિસ્તારના લોકો એ રસ્તો બંધ થયો હતો. રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે પુલનું કામ ચાલુ કરવા લોકમાંગ ઉઠી છે. જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ચાંચવા, જેતખમ્બના રહેવાસીઓએ દર વરસાદ વખતે હાલાકી ભોગવવી પડે છે. જેવુ થોડો વધારે વરસાદ થાય ત્યા જેતખમ્ભ અને ચાંચવા જતા રસ્તા પરથી પસાર થતી પાણીની વેણ ભરાઈ જાય છે. અને રસ્તો બંધ થઈ જાય છે, જેને લીધે ત્યાં રહેતા લોકોએ એક જ તરફ રહેવાનો વારો આવે છે. આ વિસ્તારમાં રહેતા લોકોએ આ સમયે કોઈ બીમાર પડે તો દવાખાને જવા માટે કોઈપણ વાહન જઇ ના શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે.
જ્યારે રસ્તો બંધ થાય ત્યારે લોકોએ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ મુશ્કેલી સર્જાય છે. અને આ સમયે વીજ સમસ્યા સર્જાયતો વિજકર્મીઓ પણ આવી શકતા નથી. આ વિસ્તારોમાં બે શાળાઓ આવેલી છે. પરંતુ પાણી ભરાવવાને લીધે શિક્ષકો શાળાએ પહોંચી શકતા નથી. પરિણામે બાળકોનું શિક્ષણ બગડે છે. આ વિસ્તારમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ પુલ મંજુર થયો છે. પરંતુ તંત્રની અને ચૂંટાએલા પ્રતિનિધિઓને લીધે વર્ષો થયા છતાં, કામ શરૂ કરવામાં આવતું નથી. આ પુલનું કામ તાત્કાલિક શરૂ થાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.