જુનાગઢ જિલ્લાના કેશોદમાં કોળી સમાજ સમુહ લગ્ન સમિતી આયોજીત કોળી સમાજની વાડીમાં ૨૯માં સમુહ લગ્ન યોજાયા જેમાં ૨૧ નવ દંપતિઓએ દાંપત્ય જીવનનો પ્રારંભ કર્યો હતો. કેશોદ કોળી સમાજ દ્વારા દર વર્ષે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેછે કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી સમુહ લગ્ન આયોજન થયેલ ન હતુ અગાઉ કોળી સમાજ દ્વારા ૨૮ સમુહ લગ્નનું સફળ આયોજન થયેલ હતુ ત્યારે કોળી સમાજ સમુહ લગ્ન સમિતી દ્વારા ૨૯માં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં કેશોદ ધારાસભ્ય પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ તથા રાજ્યકક્ષાના મંત્રી આરસી મકવાણા તથા કોળી સમાજના રાજકીય સામાજીક આગેવાનો અગ્રણીઓ સમુહ લગ્ન સમિતી કાર્યકરો જાનૈયા માનૈયા સહીત કોળી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક પુષ્પગુચ્છથી સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા તેમજ દાતાશ્રીઓ સમુહ લગ્ન સમિતી કાર્યકરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સમાજમાં કુરીવાજો દુર થાય સમાજ એક થઈ ભાઈચારાથી રહે અને સમાજની એકતા વધે ખોટા ખર્ચાઓ બંધ થાય તેવા શુભાશયથી સમુહ લગ્ન સમિતી દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેછે