જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દિવાળી વેચાણ થતા ફટાકડા પર હિન્દૂ દેવી દેવતા ના ફોટો વાળા ફટાકડા ના વેચાણ પર પ્રતિબંધ મુકવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલ દિવાળી એટલે કે હિંદુઓનો સોથી મોટો તહેવાર આવી રહ્યો છે. આ તહેવારને હિંદુ બિરાદરો ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવે છે, અને સનાતન સંસ્કૃતિમાં ખૂબ મહત્વ અપાયું છે. દિવાળી ના તહેવાર ને આ તહેવાર પ્રકાશ નું વર્ષ પણ કહેવામાં આવે છે. આ સમયે ફટાકડા ફોડવામાં આવતા હોય છે તો ઘણા સમયથી દેવી દેવતાઓના ફોટો વાળા ફટાકડા માર્કેટમાં વેચાય છે. જેના ઉપર લક્ષ્મી માતાજી, હનુમાનજી મહારાજ, ભગવાન કૃષ્ણ ના ફોટો લગાવ્યા હોય છે. જ્યારે ફટાકડા ફૂટે છે ત્યારે ભગવાનના ફોટો ના પણ ચિથડે ચિથડા થઈ જાય છે અને લોકો ના પગે કચડાય છે.
આના કારણે અમે સામાજિક જાગ્રુતિ માટે ઘણા વર્ષો થી સતત હિંદુઓને જગાડી રહ્યા છીએ સાથે સાથે આવેદન આપીને જે દુકાનદારો પાસેથી આવા ફટાકડા નું વેચાણ બંધ થાય એવા પ્રયત્નો કરીયે છીએ તેમ છતાં આવા ફટાકડાઓનું વેચાણ બંધ થતું નથી જેથી આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે કે આવા ફટાકડા ના વિક્રેતા પર કાર્યવાહી કરો અને IPC 295, 295A, 296, 298 કલમ મુજબ ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરો અન્યથા બજરંગદળ દળ ની ટીમ, માતૃશક્તિ ની ટીમ તેમજ દુર્ગાવાહિની ટીમ દરેક દુકાન પર જઈ જાતે તપાસ કરશે અને જો કોઈ દેવી દેવતાઓના ફોટો વાળા ફટાકડા વેંચતા દેખાશે તો એમને સમજાવવામાં આવશે.