જુનાગઢના ભેસાણના શિક્ષક સંઘ દ્વારા કોવિડ 19ની ત્રીજી લહેરની સારવાર માટે બે લાખ આઠ હજાર રૂપિયાનું અનુદાન કરાયું હતું. ભેસાણ લેઉવા પટેલ, તેમજ ડ્રિમલેન્ડ સ્કૂલ દ્વારા ચાલતી આઇસોલેસન કોવિડ સેન્ટરમાં 50 બેડની ઓક્સિજન સુવિધા સાથેની હોસ્પિટલમાં કોરોના મહામારીમાં લગભગ 1100 દર્દીઓને કોરોનાને માત આપી હતી. આ હોસ્પિટલમાં ચલાવનાર ભુપત ભાયાણી તેમજ નીતિન રાણપરીયાની કામગીરીને લોકોએ વખાણી હતી ત્યારે હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પોહચી વળવા તાલુકા શિક્ષક સંઘ દ્વારા તાલુકાના 208 જેટલા શિક્ષકો દ્વારા બેલાખ આઠ હજાર રૂપિયા આગોતરી સારવાર માટે કોવિડ સેન્ટરને અનુદાન આપવામાં આવ્યું
ભેસાણ તાલુકામાં પહેલો એવો શિક્ષક સંઘ હોય જેમને આગળ આવીને ત્રીજી લહેર કોરોના આવે તે પહેલાં તેની સારવાર માટે કોરોનાને પહોંચી વળવા માટે શિક્ષક સંઘ પ્રમુખ ભરતભાઇ કોહર, શેક્ષણિક મહાસંધ પ્રમુખ નરેન્દ્રભાઈ ભુવા, ઉતકર્સ મંડળના પ્રમુખ ચુનીલાલ વધેલ તેમજ સુરેશભાઈ ખુમાણ મહામંત્રી બધુંભાઈ ડોબરીયા તેમજ ભેસાણ તાલુકાભરની સ્કૂલના તમામ પ્રિન્સિપાલ શિક્ષકો હાજર રહી કોરોનાની ત્રીજી લહેર માટે અગાવથીજ દર્દીઓની સારવાર માટે બે લાખ આઠ હજાર રૂપિયાનું કોવિડ સેન્ટરને અનુદાન આપ્યું હતું