જુનાગઢના માંગરોળ તાલુકા ના ઢેલાણા ગામે જય ચારણ આઈ ગૌસેવા સુરક્ષા ટ્રસ્ટ યુવક મંડળ દ્વારા નાશ મશીનનું જરૂરિયાત મંદ લોકો ને ફ્રી મા વિતરણ કરવામાં આવ્યું છે.
હાલ કોરોના ની કપરી પરિસ્થિતિ વ્હાલી રહી હોય ત્યારે ગામ ની અંદર તાવ શરદી અને ઉધરસ જેવા દર્દીઓ જોવા મળતા હોય છે જેમને શ્વાસ લેવામાં તકલીફ સર્જાતી હોય છે ત્યારે આતુવેદિક ઉપચાર તરીકે નાશ લેવાથી તકલીફોમાં રાહત થાય છે
ત્યારે માંગરોળ તાલુકા ના ઢેલાણા ગામે જય ચારણ આઈ ગૌસેવા સુરક્ષા ટ્રસ્ટ યુવક મંડળ દ્વારા નાશ મશીન નું જરૂરિયાત મંદ લોકો ને ફ્રી મા વિતરણ કરવામાં આવ્યું ,નાશ મશીન ગામની દુકાનોએ પણ રાખવામાં આવ્યા છે.જે ખૂબ લાભદાયક છે કોરોના સંક્રમણ અટકાવવાના ઉપાય માટે થઈ ને ગામના લોકોનું આરોગ્ય અને સુખાકારી જાળવવાના ભાગ રૂપે આ ગૌશાળા પરિવાર તરફથી એક વિનમ્ર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. માટે આ સેવાકીય પ્રવુતિ નો લાભ લેવા સહુ કોઈ ગામ લોકો ને નમ્ર અનુરોધ કર્યો હતો