તાજેતર માં માળીયા હાટીના માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ ની અઢી વર્ષ ની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાતા માળીયાહાટીના માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન પદે લક્ષ્મણભાઈ રામભાઈ યાદવ ની તેમજ વાઇસ ચેરમેન પદે જેન્તીભાઈ કમાણી ની બિનહરીફ વર્ણી કરવામાં આવી છે. ચેરમેન લક્ષ્મણભાઈ યાદવ અને વાઇસ ચેરમેન જેન્તીભાઈ કમાણી સામે કોઈ પણે ફોર્મ રજૂ ના કરતા ચૂંટણી અધિકારી ખરાડી સાહેબ એ બંને ઉમેદવાર ને બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે.લક્ષ્મણભાઈ યાદવ સતત 1992 થી માળીયા હાટીના માર્કેટિંગ યાર્ડ માં બિન હરીફ વિજેતા થાય છે. હાલ લક્ષ્મણભાઈ યાદવ જુનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંઘ માં પ્રમુખ તરીકે સેવા બજાવે છે. માળીયાહાટીના માર્કેટીંગ યાર્ડ ના સભાસદો તેમજ સહકારી ક્ષેત્ર ના આગેવાનો, રાજકીય આગેવાનો, ખેડૂતો, મિત્રો મંડળો સાહિતો એ શુભેચ્છાઓ આપી હતી