માંગરોળ ના શેરીયાજ ગામે પાણીના સ્ટેન્ડ રાખવા બાબતે માથાકૂટ મા જ્ઞાતી પ્રત્યે હડદૂત કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છેજૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના હરસુખભાઈ વાલાભાઈ મકવાણાએ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ માંથી પ્રાપ્ત માહિતી મુજબ આશરે આઠેક મહિના પહેલા આરોપી ભાવેશ દેવાભાઈ ચુડાસમા અને રામભાઈ દેવાભાઈ ચુડાસમા સાથે ફરિયાદીના મકાનના બહાર પાણીનું સ્ટેન્ડ રાખેલું હતું
બાબતે ખાર રાખી બંને આરોપીઓ એ ત્યાં આવી જ્ઞાતિ વિશે હડડૂત કરી ઢીકા પાટુ નું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીને મારમારતા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવતા. આગેવાનો ને જાણ થતાં હોસ્પિટલ ખાતે દોડી અવ્યા હતા. તેમજ ફરિયાદીના માથાના ભાગે અને મોઢામાં પર માર મારી દાઢ પાડી નાખતા મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે. પોલીસે એસ્ટ્રોસીટી એકટ સહિતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.