ગડુ ગામે ચોરવાડ રોડ ઉપર કાઠીયાવાડ મેદાનમા જાહરે માં જુગાર રમતા જુગારીઓને રોકડ રૂપીયા ૧૨,૨૨૦/- ના મુદ્દામાલસાથે પકડી પાડતી ચોરવાડ પોલીસ. ચોરવાડ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એસ.એન.ક્ષત્રીય ની સચુના મજુબ પોલીસ હેડ કોન્સટેબલ બી.આર.સિંધવ તથા પોલીસ કોન્સટેબલ વિક્રમસિંહ જેતમાલભાઇ સીસોદીયાને મળેલ સંયુક્ત બાતમી આધારેગડુગામે ચોરવાડ રોડ ઉપર કાઠીયાવાડ મેદાનમાં લીમડાના ઝાડ નીચે ખુલ્લા જાહરે મા રેઇડ કરી જાહેરમા જુગાર રમતા જુગારીઓને રોકડ રૂપીયા ૧૨,૨૨૦/- ના મદ્દુામાલ સાથે ઝડપી પડ્યા છે
જેમાં 1.અજીતભાઇ મેરૂભાઇ મોકરીયા 2. બાબભાઈ મુરાભાઇ બારીયા 3. નયનભાઇ કચરાભાઇ ભરડા4. કાનાભાઇ ધનાભાઇ કરગઠીયા આમ કુલ ૪ આરોપીઓ સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ રેડ ને સફળબનાવવા ચોરવાડ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એસ.એન.ક્ષત્રીય, પો.હેડ કોન્સ. બી.આર.સિંધવ તથા પો.હેડ કોન્સ. ડી.એચ. સીસોદીયા તથા પો.કોન્સ.વિપુલભાઈ સેજાભાઇ ચોપડા તથા પો.કોન્સ.વિક્રમસિંહ જેતમાલભાઇ સીસોદીયા તથા પો.કોન્સ. જીલુ ભાઈ આલિંગભાઇ ભલગરીયા નાઓએ સાથે મળી કામગીરી કરેલ છે.