જૂનાગઢના ભેસાણમાં ડુંગળીના ભાવ ગગળતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. જૂનાગઢ ના ભેસાણ તેમજજિલ્લામાં આ વર્ષે મોટા ભાગના ખેડૂતોએ વધુ ઉત્પાદન મેળવવા માટે સફેદ, પીલીપતિ, નાસિક ડુંગળીનું વાવેતર કર્યું છે જેમાંઆ વર્ષે ડુંગળીની ખેતી કરનાર ખેડૂતો ને પોષણસમ ભાવ ન મળતા 4 મહિનાની મેહનત નો ખર્ચ માથે પડ્યો છે, ખેડૂતો ને રાતેપાણીએ રોવાનો પણ વારો આવ્યો છે, ભેસાણ ના ખેડૂત મનસુખભાઇ હરખાણીએ પોતાની 5 વિધા જમીનમાં ડુંગળીની ખેતી કરીને મોંઘાદાટ બિયારણ, દવા, ખાતર ખર્ચ કરીને 1 વિધા જમીનમાં 18 થી 20 હજારનો ખર્ચ ચડાવીને ડુંગળીનો પાક તૈયાર કર્યો છે,
પરંતુ હાલ ખુલ્લી માર્કેટમાં મણનો ભાવ 50 થી 70 જ મળતો હોય એમાંય સરકારે મણ દીઠમાત્ર 2 રૂપિયા સહાયજાહેર કરીને ખેડૂતોની માસ્ક્રરી કરી છે આ ઓછા ભાવમાં ખેડૂતોને ડુંગળી વહેંચવી પોસાય તેમ નથી ત્યારે હાલ ખેડૂતો સરકારપાસે માંગ કરી રહ્યા છે કે મગફળી,ચણા, ધઉના ટેકની ની માફક ડુંગળીના મણના 500 રૂપિયા જાહેર કરે અથવા તો નિકાસકરવામાં આવે તોજ ખેડૂતો પગભર થઈને પોતાની રોજીરોટી મેળવીને શકે તેમ છે નહિ તર ડુંગળી ઉગાડતા ખેડૂતો ની હવે માઠી દશા બેઠી છે