એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ કાળાઝાર ગરમી વચ્ચે જેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી તે સીઝનના પ્રથમ વરસાદે ભારે વંટોળ સાથે જિલ્લામાં ઘબડાટી બોલાવી હતી. જોકે માળીયા હાટીના તાલુકામાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં આનંદ છવાયો છે પ્રથમ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળે છે. માળીયા હાટીના તાલુકામાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
મેઘરાજાએ આ વર્ષે સમયસર મહેર કરતા સારી વાવણી થવાની ખેડૂતો આશા સેવી રહ્યા છે. ત્યારે અસહ્ય બફારા માં પણ રાહત મળી છે ચોમાસાની સિઝનમાં પ્રથમ વરસાદ અમરાપુર વિરડી આંબલગઢ તરસિંગડા ગડોદર સહિતના ગામોમાં વરસાદ શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો વાવણી કરવાની તૈયારીઓમાં જોતરાઇ ગયા છે એકંદરે સમયસર વરસાદ શરૂ થતા વરસ સારું થવાની લોકોને ધારણા છે