જુનાગઢના માળીયા હાટીનામાં હાલની મામલતદાર કચેરીએ જ નવી મામલતદાર કચેરી તત્કાલ બનાવવા માળીયા હાટીનાતાલુકા હીત રક્ષક સમિતિ દ્વારા મામલતદાર ને આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી. માળિયા હાટીના ની પ્રજા પ્રશ્નો કરીરહી છે કે માળીયા હાટીના માં હાલની મામલતદાર કચેરીએ જ નવી મામલતદાર કચેરી બનાવવા માટે આ વિસ્તાર ના સંસદરાજેશ ચુડાસમા અને આ વિસ્તાર ના ધારાસભ્ય બાબુભાઇ વાજા આ પ્રશ્ને રસ છે કે કેમ ?? તેવું આ તાલુકા ની પ્રજા પ્રશ્નકરી રહી છે. માળીયા હાટીના હિતરક્ષક દ્વારા સૂત્રો ચારો કરી મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું, માળીયા હાટીનામાં ઘણા સમય પહેલા હાલની મામલતદાર કચેરીએજ નવી મામલતદાર કચેરી બનાવવા માળીયા હાટીના તાલુકા ના કોંગ્રેસઆગેવાન રણજીત સિંહ પરમાર દ્વારા આંદોલન થયેલ ત્યાર બાદ જે તે સમય ના મુખ્યમંત્રી આનંદી બેન પટેલ એક જાહેરસભામા માળિયા હાટીના ના મુકામે હાલની મામલતદાર કચેરી એ જ નવી મામલતદાર કચેરી બનાવવા આપેલ ખાત્રી આપી હતી
ત્યાર બાદ માળિયા હાટીના આઈ. ટી. આઈ. સંકુલમા પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ જુનાગઢ જિલ્લા કલેકટર લોકદરબારમાં માળિયા હાટીના મુકામે હાલની મામલદતાર કચેરી એજ નવી મામલતદાર કચેરી બનાવવાની ખાત્રી આપેલ, પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી માળિયા હાટીના મુકામે વિશાળ જાહેર સભામા હાલની મામલતદાર કચેરીએજ નવી મામલતદારકચેરી બનવવા ખાત્રી આપેલ. હાલની મામલતદાર કચેરી જે તે સ્થળ પર છે તે ખુબજ વિશાળ જગ્યામાં આવેલ છે જેથી ત્યાંવાહન પાર્કિગ ખુબજ સરળતા પૂર્વક થઈ શકે એમ છે તેમજ આ ઓફિસ પાસે અરજદારો તમામ પ્રકાર ની સુવિધાઓ નજીક છેઅને જો મામલતદાર કચેરી બહાર લઈ જવામાં આવશે તો મધ્યમ વર્ગ ના લોકો ને કામ માટે આવવું જવું ખુબજ મુશ્કેલી વાળુછે. હાલની મામલતદાર કચેરી એ જ નવી મામલતદાર કચેરી બનાવવા માટે મામલતદારએ પ્લાન તથા એસ્ટીમેન્ટ તથાસીકકાથી મંજુર કરેલ આ તકે બ બે મુખ્યમંત્રી તથા મંત્રી તથા સરકારશ્રી ના ઉચ્ચ અધિકારોની અનેક વખત ની લેખીત મૈાખિક સુચના ,આદેશ હોવા છતા માળિયા હાટીના મામલતદાર કચેરીની હાલની જગ્યાએ જ નવી અધતન કચેરી બનવવાનુ કામ કોના ઈશારે અટકાવવા આવ્યું ?