જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વરસાદ બાદ હવે વાવણીના શ્રીગણેશ થયા છે ખેડૂતે બળદોને કંકુ તિલક કરી વાવણી ની શરૂઆત કરી છેજૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ની અંદર ધીમી ધારના વરસાદ બાદ કેટલાક ખેડૂતોએ ભાવણી ના શ્રીગણેશ કર્યા છે, જુનાગઢ જીલ્લાની અંદર મગફળીની મોટા પ્રમાણમાં વાવેતર થાય છે ત્યારે મગફળીનો પાક મોટા પ્રમાણમાં વરસાદ પર નિર્ભર હોય છે ત્યારે બે દિવસ પહેલા પડેલા ધીમી ધારના વરસાદને કારણે જમીન વાવણી લાયક જણાતા અમુક ખેડૂતો એ વાવણી ના શ્રી ગણેશ કર્યા હતા ,
વાવણી નો ચોક્કસ સમય જોઈએ તો ભીમ અગિયાર પછી ચોમાસા ની શરૂઆત થતી હોય છે જેથી મોટા ભાગે 15જૂન પછી મગફળી ની વાવણી બધા ખેડૂતો કરે છે પરંતુ આ વર્ષે હવામાન વિભાગ ની આગાહી મુજબ વરસાદ ની વહેલી પધરામણી થતા ખેડૂતો એ વહેલી વાવણી કરી છે