પ્રવિણ રામ તાજેતરમાં સુરત ખાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાજી સાથે બેઠક યોજાઈ હતી બેઠક ,દિલ્હી સરકાર અને કેજરીવાલ ની કાર્ય પદ્ધતિથી તેમજ મનીષ સિસોદિયાજીના વિચારોથી પ્રભાવિત થયા હતા.ત્યારે પપત્રકારપરિષદમાં પ્રવિણ રામે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી લોકોના વિકાસ માટે કામ કરી રહી છે. દિલ્હી અને ગુજરાતનું મૉડલ અલગ છે. ગુજરાતનું મૉડલ ગુજરાતના લોકો જાતે નક્કી કરશે. ગુજરાતમાં વેપારીઓ અને ખેડૂતો પરેશાન છે. અમે વિકાસ સાથે છીએ.
હવે ગુજરાતના લોકોએ નક્કી કરવાનું છે કે તેમણે રાજનીતિ બદલવી છે કે નહીં.અગાઉ ગુજરાતના પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી પણ અરવિંદ કેજરીવાલની હાજરી મા જોડાયા ત્યારે જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે ગોપાલ ઇટાલિયા ની હાજરીમાં જોડાયા બાદ ગોપાલ ઇટાલિયા એ જણાવ્યું હતું કે પ્રવિણ રામનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું. મને પૂરો વિશ્વાસ છે કે પ્રવિણ રામ ગુજરાત માટે જે સપનું જોયું છે તે નિશ્ચિતરૂપે ગુજરાતની જનતા સાથે મળીને પૂરું કરશે.વધુમાં પ્રવિણ રામે જણાવ્યું હતું કે .ગુજરાત માં બેરોજગારીના ખપ્પરમા યુવાનો હોમાઈ રહ્યા છે.ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે હવે ગુજરાતના રાજકારણ મા પરિવર્તન જ એક ઉપાયછે