જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વસપડા ગામમાં મજૂર કામ કરવા આવેલ પરિવારના 5 વર્ષના બાળક ને દીપડા એ ફાડી ખાતા મોત નીપજ્યું છે. ગુજરાત ની અંદર મજુતી કામ કરી કમાવા આવતા મજૂરો જ્યા ત્યાં વસવાટ કરી મજૂરી કામ અર્થે આવતા હોય છે. આવોજ એક પરિવાર વંથલી તાલુકા ના વસપડા ગામે આવેલો હતો પાટા ગામમાં ના સિધોન તાલુકા નો એક પરિવાર મજૂરી કામ અર્થે જુનાગઢ ના વંથલી તાલુકા ના વસપડા ગામે છેલ્લા કેટલાક દિવસ થી મજૂરી કામ અર્થે આવેલો હતો.
આ પરિવાર ના 5 વર્ષ બાળક ને રાત્રીના સમયે દીપડો ઉપાડી ગયેલ અને જે બાળક ને દીપડો ફાડી ખાતા મોત નીપજ્યું હતું, અગાવ 8 દિવસ પહેલા પણ એક મહિલા ઉપર પણ દીપડા એ હુમલો કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અવાર નવાર દીપડા ના હવે માનવ વાસવાટમાં રંજાડ વધતા જતા હોય ત્યારે આજે એક 5 વર્ષના બાળક ને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જો વન વિભાગ દ્વારા ઘટતું નહિ કરવામાં આવે તો માનવ જીવન માથે દીપડો મોટો ખતરો સાબિત થઈ શકે તેમ છે.