અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના વોટિંગ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના દીકરાએ ભારતનો વિવાદાસ્પદ નકશો ટ્વીટ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે ટ્વીટ કરીને ટ્રમ્પ સમર્થક અને બિડન સમર્થક દેશોને લાલ અને વાદળી રંગમાં દર્શાવ્યા છે. જેમાં તેણે કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ બતાવ્યું છે.
એટલું જ નહીં, તેણે ભારતને બિડનના પ્રભાવવાળો દેશ ગણાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના વોટિંગના દિવસે વિશ્વના નકશાને ટ્વીટ કર્યો. વિશ્વના ચાર દેશો સિવાય તેમણે આખી દુનિયાને ટ્રમ્પના સમર્થનમાં હોવાનું ગણાવ્યું છે.
ટ્રમ્પ જુનિયરે જે દેશોને બાઈડેન સમર્થક દર્શાવ્યા છે તેમાં ભારત, ચીન, મેક્સિકો અને લાબેરિયાનો સમાવેશ થાય છે. ટ્રમ્પ જૂનિયરે જે દેશોને બિડન સમર્થક બતાવ્યા છે તેમાં ભારત, ચીન, મેક્સિકો અને લાબેરિયા સામેલ છે. ટ્રમ્પ જૂનિયરે પાકિસ્તાન, ઈરાન અને રશિયા સુધીના દેશોને પોતાના સમર્થક ગણાવી દીધા છે. માનવામાં આવી રહ્યું છે કે તેમના આ ટ્વીટને લઇને બબાલ વધી શકે છે, કેમકે અમેરિકન ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના મતદારો ટ્રમ્પનું સમર્થન કરી રહ્યા છે.