પત્રકાર ધવલ પટેલના સમર્થનમાં જુનાગઢનાં પત્રકારો આગળ આવ્યા છે. ધવલ પટેલને છોડી મૂકવા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. રાજદ્રોહ સહિતની તમામ કલમો રદ્દ કરી છોડી મૂકવા આહવાન કરવામાં આવ્યું હતું. જો સરકાર નહિ છોડે તો પત્રકારો આંદોલન કરશે. તેમજ દરેક મીડીયા માધ્યમના માલીકોને પણ સરકાર ઉપર દબાણ લાવવા અપીલ કરાઇ હતી. તેમજ મેડિકલ, પોલીસ, સફાઇ સ્ટાફ ની જેમ પત્રકારો પણ કોરોના યોધ્ધા છે.
આપને જણાવી દઈએ કે, રાજદ્રોહ હેઠળ શુક્રવાર, 7 મે 2020 ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા એક સમાચાર આઇટમ અપલોડ કરવા બદલ ગુજરાતી ન્યૂઝ પોર્ટલ ફેસ ઓફ નેશનના સંપાદક ધવલ પટેલ વિરુદ્ધ જણાવ્યું હતું. આ આરોપ રાજદ્રોહ માટે દાખલ કરાયો છે, જેમાં જણાવ્યું છે કે ભાજપ હાઈકમાન્ડ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને તેમના પદ પરથી હટાવી શકે અને તેમની જગ્યાએ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની વરણી કરી શકે છે. જેમની સામે દેશદ્રોહનો ગુનો ભાજપની વિજય રૂપાણી સરકારે નોંધ્યો છે તે, ગુજરાતના બહાદુર પત્રકારની ઉંમર માત્ર 32 વર્ષની છે.
સરકાર સામે ભય વગર લખવા માટે ધવલ પટેલ અમદાવાદમાં જાણીતા છે. તેમણે ભાજપ સરકારના અને સત્તાધિશોના અનેક કૌભાંડ જાહેર કર્યા છે. જ્યાં ખોટું થતું હોય ત્યાં તે લડવા હંમેશ તૈયાર હોય છે. જો સરકારી તંત્ર કંઈ ખોટું કરે અને તેની પાસે પુરતા પુરાવા ન હોય તો પણ ઘણી વખત જોખમ ખેડીને આવા ભ્રષ્ટ અધિકારીઓ અને નેતા સામે તે કોઈ ભય વગર ખૂલ્લા પાડતા રહ્યાં છે. સાચું લખવામાં ભારે હિંમત બતાવે છે. જેની તે કિંમત ચૂકવી રહ્યાં છે.