એક્ટ્રેસ જ્હાન્વી કપૂરને ભલે બૉલીવુડમાં બહુ ઓછો સમય થયો હોય, પરંતુ તે પોતાના બૉલ્ડ લૂકને લઇને હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે, હાલ તે પોતાના બૉલ્ડ જિમ લૂકના કારણે ખુબ ચર્ચામાં છે. સોશ્યલ મીડિયામાં તેની કેટલીક તસવીરે ખુબ વાયરલ થઇ રહી છે જે તેના ટુંકા કપડાં વાળી છે……..
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હંમેશા રૂટિન જિમ જાય છે અને તે પોતે ફિટનેસ ફ્રિક છે.જ્યારે જ્હાન્વી કપૂર જિમની બહાર આવે છે ત્યારે તેનો આઉટલૂક હંમેશા નજરે ચઢે છે, આઉટફિટ હંમેશા બૉલ્ડ હોય છે.જ્હાન્વી કપૂરના જિમ આઉટફિટને લઇને કૈટરીનાથી લઇને કરીના અને સોનમ કપૂર પણ ચર્ચા કરી ચૂકી છે. તેનો લૂક હંમેશા ટ્રેન્ડમાં રહે છે.જ્હાન્વી કપૂરની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેને પહેલી ફિલ્મ એક્ટર ઇશાન ખટ્ટર સાથે ધડક કરી હતી, ધડક મરાઠી ફિલ્મ સૈરાટની હિન્દી રિમેટ હતી.