અમેરિકાના રાજકીય ઈતિહાસમાં સૌથી વધુ મત મેળવીને જીત મેળવ્યા બાદ, 77 વર્ષીય જો બાઈડને કરેલા સૌ પ્રથમ સંબોધનમાં, અમેરિકાના નવા સ્વપ્ન નવી આશા માટે મતદારોનો આભાર માન્યો હતો. બાઈડન પોતાની જીત બાદ રાષ્ટ્રને સંબોધવા માટે દોડતા દોડતા મંચ સુધી પહોંચી ગયા હતા. આ બતાવે છે કે બાઈડન ભલે 77 વર્ષના રહ્યા પણ તેઓ હજી પણ દેશની સેવા કરવા માટે ફીટ છે.
મહત્વનું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પર વયોવૃદ્ધનો આરોપ લગાવ્યો હતો. જો બાઈડેને રાષ્ટ્રને કરેલા સંબોધનમાં કહ્યું કે, ‘હું એક એવો રાષ્ટ્રપતિ બનવાની પ્રતિજ્ઞા લઉ છું કે જે સમાજને જોડશે. હું એવો રાષ્ટ્રપતિ બનીશ જે લોકોના ભગલા નહીં પાડે.
બાઈડને કહ્યું હું આ દેશને વહેંચવાની જગ્યાએ એકજૂથ કરીશ. પોતાના સંબોધનમાં તેમણે લાંબા સંધર્ષમાં સાથ સહકાર આપવા બદલ પરિવાર અને પત્નિનો પણ આભાર માન્યો હતો. બાઈડન 48 વર્ષ પહેલાં પહેલી વખત સેનેટર તરીકે ચૂંટાયા હતા. . આ ઉપરાંત પોતાના સંબોધનમાં ટ્રમ્પ અને તેમના સમર્થકોને બાઈડને કહ્યું કે….