ઇજનેરી કોર્સની બેસ્ટ કોલેજોમાં પ્રવેશ માટેની જેઈઈ-મેઈન, જેઈઈ-એડવાન્સ અને મેડિકલમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષા જુલાઈ માસમાં લેવામાં આવનાર હતી..જોકે ફરી વખત કોરોનાના કારણે આ પરીક્ષાઓ મોકૂફ જાહેર થઈ છે.
આ અંગે નવી તારીખ જાહેર કરવામાં આવી છે જે મુજબ જેઈઈ-મેઈન ૧ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર, જેઈઈ-એડવાન્સની પરીક્ષા ૨૭મી સપ્ટેમ્બર અને નીટની પરીક્ષા ૧૩ સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે.
એચઆરડી મંત્રાલય દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. મહત્વનું છે કે, અગાઉ જેઈઈ મેઈનની પરીક્ષા 18 થી 23 જુલાઈ અને નીટ-2020 ની પરીક્ષા 26 જુલાઈએ યોજાવાની હતી. જ્યારે જેઈઈ એડવાન્સની પરીક્ષા 23 ઓગસ્ટે યોજાવાની હતી. જોકે ઘણા રાજ્યોમાં લોકડાઉન લંબાવવાને કારણે પરીક્ષા હાલ પુરતી સ્થગિત કરાઈ છે.
આપને જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધતા તમામ યુનિવર્સિટીઓમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાતમાં પણ તમામ યુનિવર્સિટીમાં પરીક્ષા મોકૂફ રહી છે. તેના કારણે જેઈઈ-મેઈન, એડવાન્સ અને નીટ જુલાઈ માસમાં લેવાશે કે કેેમ ? તે વિશે વાલીઓમાં શંકા હતી. ત્યારે એચઆરડી મંત્રાલયે આ ત્રણેય પરીક્ષા હાલ મોકૂફ રાખી સપ્ટેમ્બર માસમાં લેવાની જાહેરાત કરી છે.