જામનગર મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેર ના તમામ બગીચાઓમાં ઉનાળાની કાગઝાળ ગરમીમાં પક્ષીઓનપીવાનું પાણી મળી રહે તેવા શુભ હેતુસર પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે, શહેર ના મોટા બગીચાઓમાં એક થી વધુ અનેનાના બગીચાઓમાં એક એક કુંડાઓ દ્વારા પક્ષીઓને નિયમિત પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યનાસંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કરુણા અભિયાન હેઠળ જામનગર માં તમામ બગીચાઓમાં આવતા કાબર, કોયલ, બુલબુલ, પોપટ , ચકલી, બાબલર તેમજ કાગડા અને કબૂતર સહિતના સ્થાનિક પક્ષીઓને ઉનાળાની કાગઝાળ ગરમીમાં પીવાનું પાણી મળી રહે તે હેતુસર પાણીના કુંડાઓ જામનગર મહાનગરપાલિકાની ગાર્ડનશાખા દ્વારા મૂકવામાં આવ્યા છે.
શહેર ના સંગમબાગમાં યોજાયેલા કાર્યક્રમમાં મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઇ કટારીયા, શહેરભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, દંડક કેતનભાઈ ગોસારાણી, ગાર્ડન સમિતિના ચેરપર્સન ડીમ્પલબેન રાવલ તેમજકોર્પોરેટરો પાર્થભાઈ કોટડીયા, હર્ષાબા જાડેજા, ગીતાબા જાડેજા, શોભનાબેન પઠાણ, ભારતિબેન ભંડેરી, સહિત આ વિસ્તારના સંગઠનના આગેવાનો ગાર્ડન શાખાના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.