જામનગરથી કબ્જે કરાયેલો ગાંજાનો જથ્થો સુરતના પિંકુએ આપ્યો હતો, આરોપીને પકડવા માટેજામનગર પોલીસની ટીમ સુરત આવી અને SOG ની મદદથી આરોપીની ધરપકડ કરીજામનગરમાં બેકિલો ગાંજા સાથે પકડાયેલા આરોપીની કબૂલાત બાદ તેને ગાંજો વેચનાર સુરતના સપ્લાયરનેજામનગર પોલીસે સુરત એસઓજીની મદદથી ઝડપી પાડ્યો હતો. આરોપીઓ વિરૂધ્ધમાં જામનગરસીટી બી ડીવીઝન ખાતે ફરિયાદ દાખલ કરાઈ હતી. આરોપીએ કબ્જે કરાયેલો ગાંજાનો જથ્થો સુરત શહેર ખાતેના આરોપી પિંકુભાઈએ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.
ગત 5 મે ના રોજ જામનગરગુલાબનગર મંગલમૂર્તિ પેટ્રોલ પંપ સામે રોડ ઉપરથી આરોપી આકાશભાઈ કાળુભાઈ નાધોણા (રહે. હાલચોટીલા જલારામ મંદિર પાછળ આવાસમાં તા.ચોટીલા જી. સુરેન્દ્રનગર તથા મુળ રાજકોટ) પાસેથી 2કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાંજો મંગાવનાર તથા ગાંજાનો જથ્થો આપનાર તમામ આરોપીઓ વિરૂધ્ધમાં જામનગર સીટી બી ડીવીઝન ખાતે ફરિયાદ દાખલ કરાઈ હતી. આરોપીએ કબ્જે કરાયેલો ગાંજાનો જથ્થો સુરત શહેર ખાતેના આરોપી પિંકુએ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.