જામનગર શહેરના સુભાષપાર્કમાં સાઢુભાઈના ઘરેથી પોતાના ઘરે બાઈક લઈને જતા પરિવાર ઉપર જીવંત વીજવાયર પડતાં એક બાળકનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. જ્યારે તેને બચાવવા આવેલા એક રીક્ષા ચાલક પણ વીજ કરંટથી દાજી જતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.છતાં વીજ તંત્રએ પાવર બંધ ન કરતાં લોકોમાં રોષ ફેલાઈ જતા વીજ કચેરીએ જઈને ઉગ્ર રજુઆત કરી હતી. શહેરના રણજીતસાગર રોડ પર આવેલા ચુનાના ભઠ્ઠા પાસે, બાઈની વાડીમાં રહેતાં અશ્વિનભાઈ કાનજીભાઈ મકવાણા (ઉ.વ.૩ર) નામના યુવક પોતાના બે પુત્રો અને પત્ની સાથે સુભાષ પાર્કમાં રહેતાં સાઢુભાઈના ઘરેથી પોતાના ઘરે જવા માટે બાઈક લઈને નિકળ્યા હતાં. ત્યારે સવારના સાત-સવા સાત વાગ્યાની આસપાસ તેઓ સુભાષપાર્ક શેરીનં-૪ અને પની વચ્ચેથી બાઈક લઈને પસાર થતાં હતાં. ત્યારે ઓચિંતાનો જીઈબીનો જીવતો વીજતાર પરિવાર ઉપર પડયો હતો. જેથી પરિવારના ૧૩ વર્ષના પુત્ર પ્રદિપને વીજ કરંટ લાગવાથી તરફડીયા મારવા લાગ્યો હતો અને પરિવારના અશ્વિનભાઈ અને તેના અન્ય એક પુત્ર અને પત્ની પણ શરીરે સામાન્ય દાજી ગયા હતાં. જ્યારે વીજ કરંટથી પ્રદીપ તરફડીયા મારતો હોવાથી તેને બચાવવા માટે અમરશીભાઈ કોળી નામના યુવક દોડી આવતાં તેને પણ વીજ કરંટ લાગતા શરીરે ગંભીર રીતે દાજી ગયો હતો. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. તેમ છતાં જીઈબી તંત્રએ વીજ લાઈન બંધ કરતાં લોકોમાં રોષ ફેલાઈ ગયો હતો અને સુભાષપાર્કમાં જ આવેલી વીજકચેરીએ પહોંચી ગયા હતાં. જ્યાં હાજર કર્મચારીઓ ઓફીસમાં હાજર ન હોય અને ચાની હોટેલે ચાની ચુસ્કીઓ મારતા હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. આ અંગેની ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -