રાજ્ય સરકારે વધતા કોરોનાના કેસને લઇને 20 મોટા શહેરોમાં નાઈટ કરફ્યુનું એલાન કર્યું છે…જામનગરમાં પણ છેલ્લા 5 દિવસથી રોજ 100 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે… જોકે ગઈ કાલે રેકોર્ડ બ્રેક 202 કોરોના પોઝિટિવ સમગ્ર જિલ્લામાં નોંધાયા છે….. રાત્રે આઠ વાગતા જ પોલીસ દ્વારા શહેરના તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને છેલ્લી મિનિટો માં લોકોની ભારે દોડધામ જોવા મળી રહી હતી જોકે બાદમાં પોલીસ દ્વારા નીકળતા વાહનચાલકોને અટકાવવામાં આવી રહ્યા હતા..
નાઈટ કર્ફ્યુના પગલે જામનગરવાસીઓએ પણ પોલીસને પૂરતો સહયોગ આપી રહ્યા છે. તો કેટલાક લોકો કામ વિના રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળતા હોવાથી તેમને પોલીસે રોક્યા હતા અને કયા કારણસર રાત્રિ કર્ફ્યૂનો ભંગ કર્યો તે અંગે પૂછપરછ કરી હતી. રાત્રિ કર્ફ્યૂના પગલે જામનગર શહેરમાં સાત રસ્તા, ગુરુદ્વાર ચોકડી, હોસ્પિટલ ચોક સહિતના મુખ્ય ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો…..