જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જીલ્લા પોલીસ વિભાગ હેઠળ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કોન્સટેબલ વસંતભાઇ રાણાભાઇ મીયાત્રા સરકારી કામ સબબ જતા વાહન અકસ્માત થયેલ હતો. અને જેઓને માથાના ભાગમાં ઇજા થતા કોમામાં સરી પડેલા હતા. અને લાંબા સમય સુધી કોમામાં રહેલ જેને કારણે તેઓના પરીવારને આર્થિક ખુબ જ ખર્ચ થવા પામેલ. આ દરમ્યાન તેઓના પત્નિનું પણ દુખઃદ અવસાન થયેલ હતું. અને કોમાંમાં બે-વર્ષ ઉપરાંતના લાંબા સમય બાદ વસંતભાઈ મીયાત્રાનું અવસાન થયેલ હતુ. સરકાર દ્વારા જે તે સમયે વારસદારોને કુટૂંબ પેન્શન યોજનાની કોઇ સુવિધા ન હતી.
તાજેતરમાં સરકાર દ્વારા નવ વર્ધીત પેન્શન યોજના હેઠળ ભરતી થયેલા સરકારી કર્મચારીઓના અવસાન બાદ તેઓના વારસદારને કુટૂંબ પેન્શન મળે તેવા નિયમો બનાવતા પોલીસ અધિક્ષક કચેરી જામનગર દ્વારા આ બાબતે તેઓના પરીવારનો સંપર્ક કરી જરૂરી વિગતો મેળવી અને તાત્કાલીક તેઓને કુટૂંબ પેન્શન તથા હકક હિસ્સા મળી રહે તે મુજબના પ્રયાસો કરી આ પ્રયાસો અનુસંધાને ખુબ જ ટુંકા સમયગાળામાં આ પ્રક્રીયા પુર્ણ કરી મરહુમ પોલીસ કર્મચારીની વારસદાર પુત્રીના નામનું કુટૂંબ પેન્શન મંજુર કરાવી મહે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા તેઓને જરૂરી કુટૂંબ પેન્શન સબંધી ડોકયુમેન્ટસ રૂબરૂમાં સુપ્રત કરવામાં આવેલ હતા. અને પ્રકિયામાં સારી કામગીરી કરેલ પોલીસ અધિક્ષક જામનગરની કચેરીના સીવીલીયન કર્મચારીઓને પ્રોત્સાહીત કરવામાં આવેલ હતા.