જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. 42 સંત રોહિદાસ વિદ્યાલય લાંબાસમયથીજર્જરીત હાલતમાં હોય, શાળા મરામત કરવા શાળા દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલન આવતાં આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય આનંદ ગોહિલ દ્વારા શાળાની મુલાકાતકરવામાં આવી હતી અને શાળાની મરામત કરવા માગણી કરવામાં આવી છે. જો આ અંગે ઉકેલ નહીંઆવે તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની બહાર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાછળ ભીમવાસ-2માં આવેલ શાળા નં. 42 સંતરોહિદાસ વિદ્યાલયમાં બિલ્ડીંગની દિવાલો તેમજ છતના પોપળા ઉખડતાં હોય.
બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોય, શાળાસંચાલકો દ્વારા શાળાનું રંગરોગાન કરાવવા, બારી-દરવાજા રિપેર કરાવવા, ઉપરના માળે ગ્રિલબનાવવી, દિવાલોનું પ્લાસ્ટર સહિતના વિવિધ રિપેરીંગ કાર્ય અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવીહોવા છતાં કોઇ ઉકેલ આવતો નથી. આજરોજ શિક્ષણ સમિતિના સભ્ય આનંદ ગોહિલ દ્વારા શાળાનીમુલાકાત લઇ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. શાળાનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોય, રિપેરીંગ અનેમરામતની માગણી કરી હતી. શાસનાધિકારી દ્વારા આ અંગે કોઇ ઉકેલ નહીં આવે તો ધરણા-આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.