જામનગરમાં પણ કોરોનાની મહામારી એ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે હાલ દરરોજ 300 થી 400 જેટલા કોરોના પોઝિટિવ કેસ જામનગરમાં નોંધાઈ રહ્યા છે અને સંખ્યાબંધ દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે…જેના પગલે સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ચૂકી છે, એક પણ બેડ ખાલી નથી અને મોટાભાગના દર્દીઓને ઓક્સીજનની જરૂરિયાત રહેતી હોય ત્યારે હાલ હવે હોસ્પિટલ હાઉસફુલ થતા લોકો હોમ આઈસોલેટેડ થઈ ઓક્સિજન સહિતની સારવાર લઇ રહ્યા છે…એવા સમયે જામનગર શહેરમાં ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે…જેના પગલે જામનગરમાં ઓક્સિજનની અછત અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરના ત્રણ દરવાજા પાસે આવેલ ઇન્ડિયન ગેસ એજન્સીમાંથી આખા જામનગરમાં હોમ આઇસોલેટેડ થતા તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન પૂરું પાડવા આવે છે…ત્યારે હાલ ઓક્સિજન બાબતે લોકોને વેઇટિંગ માં રહેવું પડે છે અને બે થી ત્રણ દિવસે ઓક્સિજનનો બાટલો મળે તો મળે બાકી ઓક્સિજન પણ મળતું નથી તેમજ જરૂરિયાત કરતાં વધારે ખપત હોવાના કારણે ઓક્સિજન સંચાલકો પણ દુવીધામાં મુકાયા છે…એવા સમયે જામનગરમાં રિયાલિટી ચેક દરમિયાન ઓક્સિજનની ભારે અછત જોવા મળી જેના કારણે કોરોના દર્દીઓ ભારે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે..