જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૧માં અંદાજીત રૂ. ૧૮.૯૧ લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કર્યો હતો. ધર્મેન્દ્વસિંહ જાડેજાએ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૧માં પ્રભાતનગર વિસ્તારમાં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧૭.૦૦ લાખ, અને ભૂરૂભાની હોટલની બાજુની શેરીમાં સી.સી. રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧.૯૧ લાખ એમ મળી કુલ અંદાજીત રૂ.૧૮.૯૧ લાખના વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો. આ ઉપરોક્ત કામોમાં ૧૦૦% સ્પેશયલ ગ્રાંટ અંતર્ગત થનાર છે.
આ તકે મેયરશ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયરશ્રી તપનભાઇ પરમાર, સ્ટેંડિંગ કમીટી ચેરમેન શ્રી મનીષભાઇ કટારીયા, શાસક પક્ષના નેતાશ્રી કુસુમબેન પંડયા, શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઈ કગથરા, મહામંત્રીશ્રી વિજયસિંહ જેઠવા, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટરશ્રી તરૂણાબેન પરમારઅને વિસ્તારના અન્ય અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.