જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. કાલાવડ તાલુકામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં તાલુકામાં 6 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. બપોરે માત્ર બે કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસતા કાલાવડ શહેર અને ગ્રામ્યમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે જીલ્લા માં મેઘરાજા મન મુકી ને વરસતા જોડિયા તાલુકાના જસાપર ગામ પાસે આવેલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે આ કોઝવે પર પાણી ફરી વળતાં જામનગર કંડલા જવાનો રસ્તો બ્લોક થયો છે.
જીલ્લામાં આજે સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે 24 કલાકના ગ્રામીણ વિસ્તાર માં જોડીયા તાલુકાના બાલંભામાં સૌથી વધુ 6 ઈંચ, પીઠડમાં 2 ઈંચ, ધ્રોલના લતીપુરમાં સવા બે ઈંચ, જાલીયા દેવાણી અને લેયારામાં એક એક ઈંચ, તો કાલાવડ તાલુકાના નિકાવા, ખરેડી, મોટા વડાળા, નવાગામ, મોટા પાંચદેવડામાં એક એક ઈંચ, જયારે જામજોધપુરના ધ્રાફા અને પરડવામાં એક એક ઈંચ વરસાદ પડ્યો છે.