જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહના રાત્રી કાર્યક્રમના અંતિમ દિવસેશનિવારે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ભાઈ ગઢવી, અને માયાભાઈ આહીર કે જે બન્નેનીજોડીએ એવી તે જમાવટ કરી હતી કે અનેક રાજકીય આગેવાનો, બિલ્ડરો વગેરે ખૂબ જ પ્રભાવિત થયાહતા, અને એવો તે ચલણી નોટોનો વરસાદ કરી દીધો હતો, કે સમગ્ર સ્ટેજ તથા આસપાસનું પરિસરચલણી નોટોથી જ છવાઇ ગયું હતું. અને નીચેની લાલ જાજમ પણ દેખાવાની બંધ થઈ હતી. એટલું જમાત્ર નહીં પરંતુ બે દિવસ પહેલાના કિર્તીદાન ભાઈ ગઢવી ના રાત્રિ કાર્યક્રમના નોટોના વરસાદના પણરેકોર્ડ તોડી નાખ્યો હતો. ઉપરાંત એવો ભારે વરસાદ થયો હતો કે ચલણી નોટો ની પાછળ કલાકારો પણસ્પષ્ટ દેખાઇ શક્યા ન હતા. મહેમાનો કાર્યક્રમ નીહાળીને એવા રિઝયા હતા કે ૧૦-૨૦-૫૦ અને ૧૦૦ નાબંડલો તો ખૂબ જ ઓછા જોવા મળતા હતા, પરંતુ સૌથી વધુ ૫૦૦ રૂપિયાની દરના ચલણી નોટોના નવાબંડલ ઉડયા હતા, ખાસ કરીને બિલ્ડર મેરામણભાઇ પરમાર, ધારાસભ્ય કાંધલ જાડેજા, પૂર્વ ધારાસભ્યઅલ્પેશ ઠાકોર, તથા અન્ય યજમાન પરિવાર ના નિકટવર્તી, સૌરાષ્ટ્ર ભરમાંથી આવેલા રાજપુત અગ્રણીઓ, વગેરે દ્વારા ગુલાબી નોટ ના બંડલો પણ ઉડાડવાના શરૂ કરી દીધા હતા.
એટલું જ માત્ર નહીં કેટલાક વિદેશી મહેમાનો પણ આવ્યા હતા, અને તેઓએ ડોલર પાઉન્ડ સહિતના અનેક ચલણી નોટોનાબંડલો નો પણ વરસાદ કર્યો હતો. જેને નિહાળીને કલાકારો તો ઠીક તમામ શ્રોતાગણ પણ મંત્રમુગ્ધ બનીગયા હતા. ચલણી નોટો એકત્ર કરવા માટેની ટિમ ખૂબ જ ટૂંકી પડી હતી. એક તબક્કે બંને કલાકારોએથોડો સમય માટે પોતાના શબ્દો ને વિરામ આપીને સૌ પ્રથમ ચલણી નોટો એકત્ર કરવા માટેકાર્યકર્તાઓની ફોજ ને બોલાવી લીધી હતી, અને સ્ટેજ પરથી તેમજ આસપાસના વિસ્તારમાં એકત્રથયેલી ચલણી નોટો કે જેને ભરવા માટેના પાત્ર પણ ખુટી પડયા હતા. એકત્ર થયેલી ચલણી નોટો કે જેનેગણવા વાળી ટીમ હકીકતમાં થાકી ગઈ હતી, અને ચલણી નોટોનો જથ્થો કોથળામાં ભરી એકત્ર કરીનેએકબાજુએ મૂકવાનો વારો આવ્યો હતો. જામનગર શહેરના ઈતિહાસમાં આટલી બધી ગુલાબી નોટ ઉપરાંત વિદેશી કરન્સી તથા ૫૦૦ સહિતની ચલણી નોટોનો ભારે વરસાદ પ્રથમ વખત જોવા મળ્યોહતો. જેને નિહાળીને જામનગરની જનતા આશ્ચર્ય ચકિત બની હતી. યજમાન પરિવારે પણ નોટ રૂપી આશીર્વાદ રોકવાની ફરજ પડી હતી.