જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષના દેકારા વચ્ચે રૂ. 2 કરોડના ખર્ચે 56 ચેકડેમ-તળાવ રીપેર કરવાનો નિર્ણય કરાયો હતો. ભાજપ શાસિત જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ચાલુ અંદાજપત્રમાં કરેલી જોગવાઇ અનુસાર સિંચાઇ વિભાગ હસ્તકના હયાત 56 ચેકડેમ, તળાવ રીપેર કરવા સ્વભંડોળમાંથી રૂ.2 કરોડનો ખર્ચ કરવાની સૈધ્ધાતિંક મંજૂરી આપવામાં આવી હતી.
આ સામાન્ય સભામાં ચાલુ વર્ષના અંદાજપત્રમાં કરેલ જોગવાઈ મુજબ સિંચાઇ વિભાગ હસ્તકના ચેકડેમો-તળાવને રીપેરીંગ કરવા માટેના કુલ 56 કામો કે જેની કિંમત 2 લાખ થવા જાય છે તેમને સ્વભંડોળમાંથી ખર્ચ કરવા સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે.