આ વર્ષે ચોમાસામાં જામનગરમાં સારા વરસાદ બાદ રોગચાળાએ પણ જામનગરને અજગરી ભરડો લીધો છે. દિન-પ્રતિદિન ડેન્ગ્યુના દર્દીઓમાં ખાસો એવો વધારો થઈ રહ્યો છે. આ મહામારી છેલ્લા થોડા સમયથી તંત્રના અથાગ પ્રયાસો કરવા છતાં રોકાવાનું નામ જ લેતી નથી અને દર્દીઓ તથા મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. જેના પગલે સરકારના આરોગ્ય તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ પગલાઓ લેવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં સૌપ્રથમ જામનગરની જી.જી હોસપીટલને આ મહામારીને પહોંચી વળવા ૫૦ લાખની સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે સાથે સાથે જરૂરી દવાઓ પૂરતો સ્ટાફ દર્દીઓ માટેના ખાટલા વગેરે પણ અન્ય જિલ્લાઓમાંથી જામનગરની જી.જી હોસપીટલને ફાળવવામાં આવ્યા છે. આ ખાટલાઓ મળતા જ જામનગરની જી.જી હોસપીટલ દ્વારા ડેન્ગ્યુ માટેના ત્રણ સ્પેશ્યલ વોર્ડ બનાવવામાં આવ્યા છે. પુરુષો માટે અને મહિલાઓ માટેના વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વોર્ડ થઈને દર્દીઓ માટેની કુલ ૧૦૭ ખાટલા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસને સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -