ભટ્ટગામથી એસ્સાર થઈ લકડીયા ભચાઉ ક્ચ્છ જતી નેશનલ ગ્રીડની મુખ્ય સર્કિટ સાથે જોડવા માટે 400KVની વીજ લાઇન માટે ઉભા કરવામાં આવતા વીજ પોલની કામગીરી JKTL નામની ખાનગી કંપની કરી રહી છે આ કંપની દ્વારા ખેડૂતોને “”કેન્દ્ર સરકારનું કામ છે, વિકાસનું કામ છે ખેડૂતોની મરજી વગર પણ અમને વીજ પોલ ઉભા કરવાની સત્તા છે એટલે જ સરકાર અમને પોલીસ રક્ષણ આપે છે, તમે કામમાં વિક્ષેપ ઉભા કરશો તો 20 વર્ષ માટે જેલમાં જશો, જો જેલમાં ન જવું હોય તો અમે જે આપીએ એ વળતર તમારે લઈ લેવાનું છે ને કામ કરવા દેવા માટેના મંજૂરી પત્રકમાં સહી કરી દેવાની છે” આવી રીતે ભોળા અભણ ખેડૂતોને વાતોથી ડરાવી, ધમકાવી, પોલીસને આગળ કરી તંત્ર જાણે કુંભકર્ણ નિદ્રાધીન હોય કે તંત્રની મીઠી નજર હોય એમ આ ખાનગી કંપની વાળા ખેડૂતોના ખેતરમાં ખુલ્લા શાંઢની જેમ ખેતરમાં ઉભા પાકમાં JCB મશીનો ચલાવી, ટ્રેકટર કે ભારે થી અતી ભારે વાહનો પસાર કરી આખા ખેતરને નુકશાન કરી રહ્યા છે જ્યાં પોલ ઉભા કરવાના હોય તે વીજ તાયર ખેંચવાના હોય ત્યાં ખેડૂતોને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે..
.ગુજરાત કિસાન કોંગ્રેસ અને અન્ય ખેડૂત સંગઠનો દ્વારા ખંભાળિયાના ભટ્ટગામ ખાતે પહેલા ખેડૂતોની મીટિંગ ત્યારબાદ તરઘડી ગામે ખેડૂતોની મીટિંગ મળી નીર્ધાર કરવામાં આવ્યો હતો કે આ ખાનગી કંપની સામે ખેડૂતો મરતે દમ તક લડત કરશે જેના ભાગ રૂપે કંપની સામે ખેડૂતોએ યોગા કરી અનોખો વિરોધ કર્યો હતો, ગઈકાલે કંપનીના માણસો જ્યાં કામ કરતા હતા તે ખેતરમાં માનવ સાંકળ રચી ખોટી રીતે ઉભા થતા વીજ પોલનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આ વિરોધમાં ઉપરોક્ત તમામ વીજ લાઇનથી પીડિત ખેડૂતોને ટેકો આપવા આવતા શનિવારે ખેડૂત આગેવાન આ લડતમાં જોડાશે અને તમામ ખેડૂત ભાઈઓને આ લડતમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે