રાજ્યમાં આજે ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 652 કેન્દ્રોમાં 5.52 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના કુલ 2 હજાર 472 બિલ્ડિંગોમાં 23 હજાર 30 બ્લોકમાં પરીક્ષાનું આયોજન થશે. જેમાં સૌથી વધુ ધોરણ 10માં 3.78 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ત્યારે જામનગરમાં 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જામનગરની શાળાઓમાં ધોરણ 10ના કુલ 6727 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહના 2439 વિદ્યાર્થીઓ, 305 વિજ્ઞાન વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે..જેમાં સામાન્ય પ્રવાહની પરીક્ષા આઠ કેન્દ્રો પર યોજાશે તો ધોરણ 10 ની પરીક્ષા શહેરમાં કુલ ૨૯ કેન્દ્રો પર યોજાશે.. અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા કુલ બે કેન્દ્ર પર યોજાશે..