જામનગર તાલુકાના બેડ ગામે રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા બેડ બંધારા અને સસોઈનદીની વચ્ચે આવેલા ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ હનુમાન મંદિર પાસે આવેલ પાણીના ટાંકાથી વાકોલમાતાજીનાં મંદિર સુધી પાણીની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. રબારી સમાજના આસ્થાના કેન્દ્ર એવા વાકોલ માતાજીનામંદિરે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય પાણીની સુવિધા ઉપલબ્ધ થવાથી તેમની સુવિધામાં ઉમેરો થશે. કૃષિમંત્રીશ્રીએ આ પ્રસંગેજણાવ્યું હતું કે, આગામી ચોમાસા પહેલા ખાતમુહર્ત કરાયેલા આ ૨૦ મીટર લંબાઈ ધરાવતા ચેકડેમનું કાર્ય પૂર્ણ થઈ જવાથીપાણીનો સંગ્રહ થશે જેનાથી ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની મદદ મળી રહેશે તેમજ વાકોલ માતાજીનાં મંદિરે આવતાશ્રદ્ધાળુઓને પાણીની સુવિધા મળી રહેવાથી આસ્થાના કેન્દ્રની સાથે સાથે મંદિર પર્યટન સ્થળ તરીકે પણ વિકસશે. જી.એસ.એફ.સી.નાં સહયોગથી પાણીની પાઇપલાઇન માટે 10 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે.
ઉપસ્થિત ખેડૂતોને સંબોધનકરતા મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યસરકાર દ્વારા મગફળી અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે જેનાથી જામનગર જિલ્લાના ખેડૂતો આર્થિક રીતેપગભર થયા છે. સાથે સાથે અનેક કૃષિલક્ષી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આ કાર્યક્રમમાં બેડ તથાઆજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત સમાજના આગેવાનો દ્વારા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનું ફૂલહાર પહેરાવી , સાલ ઓઢાડી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો .આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, બેડ ગામના સરપંચ શ્રી કેશુભા જાડેજા, સાપર ગામનાસરપંચ શ્રી બળૂભા જાડેજા, સિંચાઇ સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઇ , સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ખાંટ સહિતના અધિકારીશ્રીઓ તેમજ સમસ્ત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.