જામનગરની ભાગોળે આવેલા ફલ્લા વાડી વિસ્તારમાં મધરાત્રે વૃઘ્ધ પર ચાર જેટલા શખ્સોએ હુમલો કરી સોનાના ઠોરીયા અને૧૫ હજારની રોકડ મળી આશરે ૬૦ હજારના મુદામાલની લુંટ ચલાવી નાશી છુટતા ભારે દોડધામ મચી ગઇ હતી, બનાવનાપગલે શહેર, જીલ્લામાં નાકાબંધી કરી પોલીસ ટુકડીઓને દોડતી કરવામાં આવી હતી જયારે ઇજાગ્રસ્ત વૃઘ્ધને જામનગર સારવારમાટે ખસેડવામાં આવ્યા છે. જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા ટીડાભાઇ બીજલભાઇ બાંભવા (ઉ.વ.૫૫) નામના વૃઘ્ધગત રાત્રીના ફલ્લા સીમમાં આવેલી વાડીએ સુતા હતા, દરમ્યાન મધરાત્રીના ચારથી પાંચ જેટલા અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા, ખાટલામાં સુતેલા વૃઘ્ધને દબાવી દઇ ધોકાથી હુમલો કરી વૃઘ્ધને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી.
વૃઘ્ધ પર હુમલો કરીને તેમણે પહેરેલા સોનાના ઠોરીયા, ચાંદીનો કંદોરો અને આશરે ૧૫ હજાર જેટલી રોકડની લુંટ ચલાવીને લુંટારુઓઅંધારામાં ઓગળી ગયા હતા, દરમ્યાન બનાવની જાણ થતા વાડી વિસ્તાર અને ગામમાં દેકારો બોલીગયો હતો, તુરંત પોલીસનેજાણ કરવામાં આવી હતી અને ચારેતરફ નાકાબંધી કરાઇ હતી. ઇજાગ્રસ્ત ભરવાડ વૃઘ્ધને સારવાર અર્થે જામનગર ખાનગીહોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, શહેર, જીલ્લામાં નાકાબંધી કરી પંચકોશી-એ પોલીસની ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી અને પ્રાથમિક વિગતો જાણી હતી અંદાજે ૬૦ હજારના મુદામાલની લુંટ થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અજાણ્યા શખ્સોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. બનાવના પગલે વાડી વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.